ભરૂચ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો: એકનું મોત, એક ઘાયલ
અંક્લેશ્વર રહેતો ઈસમ તેની ભાણેજ સાથે બાઇક પર વડોદરા જતો હતો તે સમય દરમિયાન ભરૂચ હાઇવે પર વગુસણા ગામ પાસેથી પસાર થતાં સમયે એક ટ્રક ચાલકે તેમની બાઇકને ટક્કરે લેતા ફુઆ-ભાણેજ બંને જમીન પર પટકાઈ ગયા હતાં. આ અકસ્માતમાં ફુઆને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. ઘટના અંગે નબીપુર પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.