અંકલેશ્વરમાં 3 કાર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોની કતારો લાગી
અંકલેશ્વર જુના ને.હા 8 પર એસ.એ.મોટર્સ પાસે એક પછી એક ત્રણ કાર અથડાઇ ગઈ હતી. આ અકસ્માત સર્જાતા વાહનોની કતારો નજરે પડી હતી.
એસ.એ. મોટર્સ પાસે ઉમાભવન રેલ્વે ક્રોસિંગ નજીક પૂરઝડપે આવતી કાર વચ્ચે અકસ્માત સજર્યો હતો. એક પાછળ એક 3 કાર ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં કારસવાર લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. જો કે અકસ્માતના પગલે રોડ પર વાહનોની લાઈનો લાગી હતી. પીક અવર્સ ના સમયે જ બનેલી ઘટના ને અનેક વાહનચાલકો અટવાઈ ગયા હતા.