ગાંધીધામમાં રિક્ષા ભારતનગર નહીં જાય કહી મહિલાને ઉતારી ગળામાંથી રૂ. 85 હજારની ચેઇનની ચીલ ઝડપ કરાતા ફરિયાદ નોંધાઈ

ગાંધીધામના ચાવલા ચોકથી ખોડિયારનગર જતા રસ્તા પર રિક્ષા ચાલકે આ રિક્ષા ભારતનગર નહીં જાય કહી મહિલાને ઉતાર્યા પછીરિક્ષામાં સવાર એક શખ્સે મહિલમાના ગળામાંથી રૂ.85 હજારની સોનાની ચેન ખેંચી લીધી હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકમાં દાખલ કરાવવામાં આવી છે.

ગાંધીધામના ભારતનગરની રબારી કોલોનીમાં રહેતા 59 વર્ષીય પ્રેમીલાબેન જયંતિલાલ કોટક અંજાર કૈલાશ સોસાયટીમાં રહેતા સાસરિયાના સબંધી ઉમંગભાઇ કોટકના ઘરે ગયા બાદમાં સવારે બસમાં બેસી ઓસ્લો પાસે ઉતરી રિક્ષા સ્ટેન્ડ ગયા હતા જ્યાં એક રિક્ષામાં એક લેડિઝ અને જેન્ટ્સ બેઠા હતા અને ભારતનગર જતા હોવાટી તેઓ એ રિક્ષામાં બેઠા હતા. રિક્ષા ચાલકે ખોડિયારનગર જતા રસ્તા પર રિક્ષા ઉભી રાખી આ ભારતનગર નહીં જાય કહેતાં તેઓ ઉતરી પગપાળા જઇ રહ્યા હતા ત્યારે જ રિક્ષામાં બેઠેલા શખ્સે તેમના ગળામાં પહેરેલી રૂ.85,000 ની કિંમતની દોઢ તોલાની સોનાની ચેન ખેંચી લઈ રિક્ષા ભગાવી ભાગી ગયા હતા. આ અંગે તેમણે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પીએસઆઇ એમ.બી.ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.