ગાંધીધામના ચુડવામાં પેટ્રોલપંપમાં ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો

ગાંધીધામ તાલુકાના ચુડવાના પેટ્રોલપંપમાં ટેન્કર અને ટ્રેલર અથડાતાં અકસ્માત સર્જાયો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં સર્જાતા કેમિકલ ધોળાયુ હતું જેથી નુકશાન અંગે એ- ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જીતેન્દ્ર મનુભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યુ હતું કે,આરોપી ટાટા કંપનીના ટ્રેલર GJ-12-AZ-7117ના ચાલકે બેદરકારીથી અને પૂર ઝડપે રિવર્સમાં ટ્રેલર હંકારી ટાટા કંપીનીના ટેન્કરમાં અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેથી નુકશાન સંદર્ભે ફરિયાદ નોંધાવાઈ છે.