ગાંધીધામ નાગેશ્વર સોસાયટી પાસે જુગાર રમતા 6 શખ્સોને પોલીસે ઝડપ્યા, 81,200નો મુદ્દામાલ જપ્ત

મળતી માહિતી અનુસાર ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભવાનીનગર પાસે પહોચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે આગળ આવેલ નાગેશ્વર સોસાયટીમાં આવેલ ત્રણ રસ્તા પાસે ખુલ્લા ચોકમાં ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઇસમો ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તે સ્થળ પાસે જઈ તપાસ કરતાં અમુક લોકો ગોળ કુંડાળું કરી રૂપિયાથી હારજીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે 6 જુગારપ્રેમીઓને ઝડપી પાડી 81,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પકડાયેલા આરોપીઓ:

  1. હાજી ઈસ્માઈલ કાઠી ઉ.વ.42 રહે, નાગેશ્વર સોસાયટી ગળપાદર ગાંધીધામ
  2. ફકીર મામદ નુરમામદ રાઠોડ ઉ.વ. 53 રહે, નાગેશ્વર સોસાયટી ગળપાદર ગાંધીધામ
  3. ઈરફાન ફકીર મામદ રાઠોડ ઉ.વ.27 રહે, નાગેશ્વર સોસાયટી ગળપાદર ગાંધીધામ
  4. મુસ્તાક ભચુભાઈ રાઠોડ ઉ.વ.22 રહે, નવાવાસ ગળપાદર ગાંધીધામ
  5. સુલતાન કરીમ રાઠોડ ઉ.વ.37 રહે, નાગેશ્વર સોસાયટી ગળપાદર ગાંધીધામ
  6. હુશેનખાન હાજીખાન પઠાણ ઉ.વ.25 રહે, કંથકોટ ભસવાવ વિસ્તાર, તા. ભચાઉ

આ 6 શખ્સો પાસેથી રોકડા રૂપિયા 41,200 તેમજ મોબાઈલ નંગ-5ની કિમત રૂ. 40,000 એમ મળી કુલ કિ.રૂ. 81,200નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. એ.ડિવિઝન પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.