અબડાસા નાં વિંઝાણ ગામ માં બે માસુમ બાળકો ઉપર જીવલેણ હુમલો
copy image
અબડાસા નાં વિંઝાણ ગામ માં રહેતા કુંભાર પરિવાર નાં બે માસુમ બાળકો મોહમ્મદ ફૈઝ કાસમ કુંભાર ઉંમર વર્ષ 7અને અકમલ અલ્તાફ કુંભાર ઉંમર વર્ષ 7બંને બીજા ધોરણ માં અભ્યાસ કરેછે. અને આજરોજ લગભગ સાંજના 5વાગ્યાં નાં સુમારે સ્કૂલે થી રજા થતા પોતાના ગરે જવા નીકળ્યા હતા ત્યારે આરોપી સંદીપ હરેશ દરજી બંને માસુમ બાળકો ને પકડી રાક્ષસી રૂપ ધારણ કરી લોખંડ નાં પાઇપ વડે માર મારવા લાગ્યો હતો બંને માસુમ બાળકો ઇજા પામતા રાડારાડ કરવા લાગ્યા હતા માસુમો ની રાડારાડ સાંભળી ત્યાંના સ્થાનિક વ્યક્તિ એ દોડી જઈ ને બંને માસુમો ને છોડાવ્યો હતો. ત્યાર બાદ બંને માસુમો ને કોઠારા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો ત્યાંના તબીબે 108એમ્બ્યુલન્સ દ્વારા નલિયા રીફર કર્યો હતો નલિયા chc નાં ફરજ પરના તબીબે પ્રથમ સારવાર કરી ત્યાર બાદ તેઓએ પણ વધુ સારવાર માટે 108દ્વારા તાત્કાલિક ભુજ રીફર કર્યો હતો. ખરે ખર આવા નરાધમો રાક્ષસો નાં સામે યોગ્ય પગલાં લેવા જોઈએ જેથી બીજા કોઈ માસુમો અત્યાચાર નો શિકાર ન બને.