ભચાઉમાં વરલી મટકાનો જુગાર રમતો આરોપી ઝડપાયો: 28,700નો મુદ્દામાલ જપ્ત

crime

copy image

ભચાઉ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન જયમાતાજી ચોક પાસે પહોચતા બાતમી મળી હતી કે, ગફુર કાસમ નારેજા ફોન ઉપર વરલી મટકાનો જુગાર રમી રહ્યો છે. બાતમીના આધારે તપાસ કરતાં એક ઈસમ શંકાસ્પદ હરકત કરતો નજરે પડતાં તેને ઝડપી પાડી તપાસ કરતાં તે આરોપી ગફુર કાસમ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીની અટકાયત કરી તેની પાસેથી 28,700નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.