રાપરના રતનેશ્વરમાં ગાડી ચલાવવા બાબતે માથાકૂટ થતાં યુવકને બંદૂકની અણીએ અપાઈ ધમકી

રાપરના પોલીસ મથકે યુવકને બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ફરિયાદ નોંધાવાઈ છે.

આ અંગે સુરેશભાઇ સવજીભાઇ ગોહિલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાપર મધ્યે નવાપરા રોડ ઉપર રતનેશ્વર વોટર સ્પલાય નામના મિનરલ પાણીનો પ્લાન્ટ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. 19-12ના બપોરના આશરે 12 વાગ્યે તેમનો નાનો ભાઈ કિશોર રાપર બજારમાં પાણી પહોચાડવા ગયેલ તે દરમિયાન દરજી બજારમાં ટ્રાફિક હોઈ ભારૂ વાળા ગાડી આગળ ઝડપથી ચલાવવા બાબતે બોલવા લાગેલ. જેથી ફરિયાદીના પિતા અને કિશોર આરોપીના ઘરે ઠપકો આપવા જતાં ગાળો આપી હતી. બીજા દિવસે સવારે નવ વાગ્યાના અરસામાં આરોપી તેની પાસે રહેલ બંદુક લઈ ફળિયામાં આવેલ અને જેમતેમ બોલવા લાગેલ. સવારે 10 વાગ્યે આરોપી ફરિયાદીના પ્લાન બહાર આવેલ બોલાચાલી કરી હતી. બોલાચાલી કરવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઈ જઈ ગાડીમાથી બંદુક કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપેલ. આથી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.