મુંદરા ટાઉન વિસ્તારમાં છરી રાખી જાહેરમાં ફરતા ત્રણ ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી મુંદરા પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ – ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ અસમાજીક ગુનાહીત પ્રવૃતિઓ ડામવા સુચના કરેલ હોઇ જે અન્વયે પો.ઇન્સ. એચ.એસ. ત્રિવેદીનાઓની સુચનાથી મુંદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ મુંદરા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સુખપર વાસ મુંદરા ખાતે આવતા ત્રણ ઇસમો જાહેર જગ્યામાં ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં છરી રાખી મળી આવતા જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર શ્રી કચ્છ – ભુજના હથીયાર બંધીના જાહેર નામાનો ભંગ કરેલ હોઇ જેથી મજકુર ત્રણેય ઇસમો વિરુધ્ધમાં મુંદરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .

પકડાયેલ આરોપીઓ . ૧ ) સલીમ ઉર્ફે ચેલ્લો જુસબ મમણ રહે.ભીડનાકા બહાર , દાદુપીર રોડ , ચાકીવાળી ફળીયુ.ભુજ મજકુર આરોપી ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે . ગુ.ર.ન.- l / ૯૨ / ૨૦૧૯ તથા I / ૯૭ / ૨૦૧૯ તથા [ / ૯૮ / ૨૦૧૯ તથા ૪૨૩/૨૦૨૦ તથા ૩૪૨/૨૦૨૧ તથા ૩૩૩/૨૦૨૧ તથા ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે . ગુ.ર.ન .૪૬૯ / ૨૦૨૦ તથા ૪૨૬/૨૦૨૧ તથા ૪૨૭/૨૦૨૧ તથા ૮૮૦/૨૦૨૨ મુજબનો ગુનાહીત ઇતિહાસ ઘરાવે છે .

(૨) આદીલ ઉર્ફે સુમેર સલીમભાઇ ઘાંચી રહે . ભીડનાકા બહાર , દાદુપીર રોડ , કુંભાર મદ્નાશા પાસે ભુજ મજકુર આરોપી ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે . ગુ.ર.ન. – ૨૪૭ / ૨૦૨૧ મુજબનો ગુનાહીત ઇતિહાસ ઘરાવે છે .

(૩ ) અસરફ ઓસ્માણગની જુણેજા રહે.ફીરદોષ કોલોની , મામાસ ઓટા પાસે , પાટવાદી ગેટ બાહર , ભુજ

કબ્જે કરેલ મુદ્દામાલ સ્ટીલની છરીઓ નંગ -૦૩ કીમત રૂ .૦૦ /

 આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ આ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એચ.એસ.ત્રિવેદી નાઓની સુચનાથી પો.હેડ.કોન્સ સંજયકુમાર પી.પ્રજાપતી તથા હરજીભાઇ ડી . ગઢવી તથા પો.કોન્સ . મુકેશભાઇ એન . પરમાર તથા મુકેશભાઇ જે.ચૌધરી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા .

રિપોર્ટ ભારતી માખીજાણી