ગાય બચાવો ગૌચર બચાવો અભિયાન ના ટાઇટલ હેઠળ કલેકટર શ્રી ને કરાઈ રજુઆત
કચ્છ ની અંદર ગૌચર જમીનો ઉધોગોપતિયો ને અપાઈ ગઈ છે તો ઘણા બધી જગ્યાએ ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે પંચાયત પાસે પણ ગામ ની ગૌચર ક્યાં આવેલી છે એનો ડેટા પણ નથી ગૌચર દબાણો દૂર કરવાની જવાબદારી સરપંચ,tdo, મામલતદાર, પ્રાંત અધિકારી કલેકટરશ્રી ને રહેલી છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી માટે ગૌ બચાવો ગૌચર બચાવો અભિયાન કચ્છ દ્વારા ગૌચર ખાલી કરાવી માપણી કરાવી પશુધન પ્રમાણે ઘટતી ગૌચર પુરી કરી ગ્રામપંચાયતો ને સુપ્રત કરવા તેમજ ગૌ અભયારણ્ય બનાવવા માટે ની મુખ્ય માંગણીઓ કલેકટર શ્રી ને કરવવા માં આવી હતી આ લડત માંગણી પુરી ન થાય ત્યાં સુધી ચાલુ રાખવા મા આવશે તેવું આપ નેતા કૈલાસદાન ગઢવી એ જણાવ્યું હતું રુદ્રાણી જાગીર ના રૂપાભાઈ ચાડ,સંજય બાપટ,રોહિતભાઈ ગોર,કે ડી જાડેજા, દતેસ ભાવસાર,સતાર માંજોઠી, રાજેશભાઈ પિંડોરિયા,અશ્વિન પીંડોરિયા,ડૉ નેહલ વૈદ્ય, હરધોર ગઢવી,રાજેશ જમ્બુઆની,નિર્મલસિંહ જાડેજા, કનિષ્ક ગઢવી,આનંદ ગઢવી,મેહુલ જોષી, સહિત ના આગેવાનો એ આવેદનપત્ર પાઠવ્યું હતું
રિપોર્ટ ભારતી માખીજાણી