ગળપાદર મુન્દ્રા હાઇવે પર ટ્રકે કારને ઠોકર મારતા અકસ્માત સર્જાયો
ટ્રકે કારને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જોકે કારને ભારે નુકશાન પહોચ્યું હતું.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત સવારે આશરે સાળા નવેક વાગ્યાના અરસામાં ગળપાદર મુન્દ્રા હાઇવે રોડ પર હોન્ડાઇ શો રૂમની પાસે આવેલ પુલિયા ઉપર સર્જાયો હતો. પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક GJ-17-TT-6781 ચલાવી લાવી આગળ જઈ રહેલી મારુતિ સુઝુકીની બલેનો કાર GJ-12-FB-2735માં પાછાલથી ટક્કર મારતા આગળ જઈ રહેલી ટ્રકમાં ભટકાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલક તેમજ સવારને સામાન્ય મૂઢમાર જેવી ઇજાઓ પહોચી હતી. તો કારમાં નુકશાન થયું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો. અંજાર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.