અંજારમાં સવાસર તળાવ પાસેથી બાઈક ચોરાઇ

અંજારમાં સવાસર તળાવના ગેટ પાસેથી બાઈકની તસ્કરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. અંજાર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં કૌશીક સુરેશભાઇ રાવલિયાએ જણાવ્યુ હતું કે, 15-12ના સાંજના સમયે તેઓ પોતાની માલિકીનું GJ-12-DF-0898 બાઇક સવાસર તળાવના ગેટ પાસે પાર્કિંગમાં મૂકી અંદર આંટો મારવા ગયેલ ત્યારે બાદ પરત આવતા તેમને પોતાનું બાઇક જોવા મળ્યું ન હતું. આસપાસમાં તપાસ કરવા છતાં પણ કોઈ જાણકારી મળી હતી. નહિ. અંજાર પોલીસે આ અંગે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.