ગાંધીધામના ટાગોર રોડ પર અજાણ્યા વાહન ચાલકે વૃક્ષને અડફેટે લીધું : વૃક્ષ ધરાસાઈ

ગાંધીધામના  ટાગોર રોડ પર રોજ નાના મોટા અકસ્માત થતા હોય છે ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ વહેલી સવારના અરસામાં અજાણ્યા વાહન ચાલકે dc – 5 કોર્ટ નજીક ટાગોર રોડ પર પૂર ઝડપે વાહન ચલાવી વૃક્ષને ટક્કર મારી હતી જેથી વૃક્ષ પડી જતા વીજ વાયરો તૂટી ગયા હતા અને વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. વીજ વાયરો તૂટી પડતા આસપાસના વિસ્તારોમાં 2 થી 3 કલાક વીજ પુરવઠો ખોરવાયો હતો પરંતુ ઘટનાની જાણ થતા જીઇબી ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ  વીજ પુરવઠો ફરી શરૂ કર્યો હતો.

નોંધવું રહ્યું કે ગાંધીધામના ટાગોર રોડ પર અકસ્માતનો ત્રીજા દિવસમાં આ ત્રીજો બનાવ સામે આવ્યો છે ત્યારે આ રોડ પર રોજ નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. જે ચિંતાજનક છે.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ