માંડવીમાં પાકિસ્તાનના વિદેશમંત્રીના નિવેદન સામે વિરોધ

વિશ્વ હિન્દુ પરિષદ માંડવી નગર દ્વારા માંડવી શહેર ના આઝાદચોક મધ્યે  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનનાયક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી  વિરૂદ્ધ માં બિનસંસદીય ભાષા નો ઉપયોગ કરીને પાકિસ્તાન ના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા અપમાનિત કરવાનું પ્રયત્ન કરવામાં આવેલ તેના વિરોધ માં પાકિસ્તાન નું રાષ્ટ્રધ્વજ દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

આ વિરોધ પ્રદર્શન માં અજયભાઈ લુહાર, હિતેશભાઈ દામા, હેમાંગભાઈ કાનાણી, વૈભવ સંઘવી, મિલન ભાઈ વાઘેલા, નરશી ગઢવી, હરેશભાઈ ભારથી હાર્દિક શાહ, લવેશ મારાજ, ધૈર્ય કાનાણી, કૃષ્ણસિંહ જાડેજા સહિત ના કાર્યકરો જોડાયા હતા

રિપોર્ટ ભારતી માખીજાણી