જુગા૨નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

મે.પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ–કચ્છ ગાંધીધામનાઓએ પુર્વ-કચ્છ જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ નાઓએ ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને પ્રોહી જુગા૨ના કેશો ક૨વા સુચના આપેલ હોય જે દરમ્યાન પોલીસ સ્ટાફના માસણોને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે ભારતનગર ગાંધીધામ ખાતેથી પત્તા વડે જુગાર રમતા રોકડા રૂપીયા સાથે આરોપીઓ પકડી કાયદેસ૨ની કાર્યવાહી કરવામાં આવેલ છે.  આરોપીઓના નામ સરનામા

     રામજી બીજલભાઈ સથવારા ઉ.વ.૬૩ રહે.ભારતનગર ગાંધીધામ, દિપક મહેન્દ્રભાઈ આચાર્ય ઉ.વ.૩૬ રહે.સોનલનગર ઝુપડપટ્ટી ગાંધીધામ, કિશન રામફલ કશ્યપ ઉ.વ.૬૦ રહે.કિડાણા તા.ગાંધીધામ,

હિંમત વીરજીભાઇ સથવારા ઉ.વ.૨૮ રહે.ભારતનગર ગાંધીધામ,નવીન મોહનભાઇ સથવારા ઉ.વ.૨૬ રહે.ભારતનગર ગાંધીધામ, કરશન રવજીભાઈ સથવારા ઉ.વ.૫૮ રહે.સેક્ટર-૦૫ ગાંધીધામ ,રામભાઈ ઘનશ્યામભાઇ કોટવાણી ઉ.વ.૩૬ રહે.ભારતનગર ગાંધીધામ,

 મુદ્દામાલની વિગત   રોકડા રૂપીયા ૧૦,૩૫૦, મોબાઇલ નંગ-૦૪ કિંમત રૂપિયા ૧૬,૦૦૦ ગંજીપાના નંગ – પર,કુલ્લે મુદ્દામાલ કિમત રૂપીયા  ૨૬,૩૫૦/- નો જપ્ત કરવામાં આવેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ ની સાથે ગાંધીધામ એ- ડિવીઝન પોલીસ સ્ટાફ દ્રારા સફળ  કરવામાં આવેલ છે.