ભુજ રાજેન્દ્રનગર પાસે યુવકને લોખંડના પાઇપ વડે માર મારતા 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ
ભુજ બી-ડિવિઝન મથકે ઈકલાબ જાકબ ત્રાયાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, 21-12ના રાત્રિના આશરે સાડા અગિયારેક વાગ્યાના અરશામાં તેઓ પોતાના ત્રણ મિત્રો લાલો, સલીમ તથા સૈફ રિક્ષા લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે રાજેન્દ્રનગર પાસે આવેલ થેબાના વાડા પાસે પહોચતા આગળ રસ્તામાં રજાક રાયમા, સાજિદ નોડે તથા ફૈઝલ માંજોઠી લાલ કલરની સ્વિફ્ટ ગાડી લઈને ઊભા હતા અને રિક્ષા રોકાવી ફરિયાદીને નીચે ઉતારી જવાનું કહી અહિયાં શું કરો છો કહી ત્રણેય ગાળો આપવા લાગ્યા અને. તમે મને ગાળો ન આપો આ રસ્તો કોઈના માલિકીનો નથી જાહેર રસ્તો છે કહેતા ત્રણેય જણ એકદમ ઉશ્કેરાઈ ગયા અને રજાક રાયમા પાસે રહેલ લોખંડની પાઇપ મારતા હાથના ભાગે ઇજાઓ પહોચી હતી. તેની સાથેના 2 શખ્સો પણ ધોકા વડે માર મારતા લાલો, સેફ અને સલીમ ત્રણેય રિક્ષામાથી નીચે ઉતરીને વધુ મારથી બચાવ્યો હતો. અને અમે ભેગા મળીને ત્રણને મારતા ત્રણેય લોકો ત્યાથી જતાં જતાં કહેતા ગયા હતા કે બીજીવાર સામે આવીશ તો જીવતો મૂકીશ નહિ. ત્યારબાદ હાથમાં ઇજા થયેલ હોવાથી જી.કે જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે આ અંગે 3 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.