આદિપુરમાં વરલી મટકાનો જુગાર રમતા 2 શખ્સો ઝડપાયા
આદિપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે,સરકારી પ્રાથમિક સ્કૂલની પાસે આવેલ જય ભવાની ટી હાઉસ પાસે સુખદેવ ભીમશી ગઢવી (રહે, મણીનગરઝૂપડા આદિપુર)તથા મૂળજી હરધોર ગઢવી (રહે, સેવાકુંજ ઝૂપડા આદિપુર) બંને શખ્સો વરલી મટકાનો જુગાર રમી રમાડે છે. આ બાતમીના આધારે રેડ પાડવામાં આવતા આ શખ્સો પોતાના ફોન વડે ઓનલાઇન જુગાર રમાડતા નજરે પડતાં બંનેની ધરપકડ કરાઇ હતી. બંને પાસેથી કિમત.રૂ. 27,660નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.