ગાંધીધામમા અજાણ્યા ઇસમે ડેબિટકાર્ડનો ઉપયોગ કરી રૂ.20152 ઉપાડયા
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે મથકે કોઈ અજાણ્યા શખ્સે ડેબિટકાર્ડનો ઉપયોગ કરી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી રૂ.20152 ઉપાડી લેતા ફરિયાદ નોંધાવાઈ છે.
આ અંગે નારણ સેજાભાઈ બોરિચાએ ફરિયાદ માં જણાવ્યુ હતું કે, તેઓ તા.21-12ના કામકાજ અર્થે ભારપરથી ગાંધીધામ આવેલ. ત્યારબાદ સાંજે સાત વાગ્યાના અરસામાં ગાંધીધામ બેંકિંગ સર્કલ મધ્યે આવેલ આઈસીઆઈસીઆઈ બેન્કના એટિએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. ત્યાથી 5 હજાર ઉપાડી નિકડી ગયા બાદ બંધન બેંકમાથી અલગ અલગ રૂપિયા ઉપાડેલ એવા 11 ટેક્સ મેસેજ આવેલ જેથી બેન્ક બેલેન્સ ચેક કરતાં અકાઉન્ટમાથી 20152 ઉપાડેલ હોવાનું જણાઈ આવ્યું હતું. ખીસ્સામા ચેક કરતાં યાદ આવેલ કે, કાર્ડ એટીએમના સ્વાઇપીંગમાં ભુલાઈ ગયું છે. જેથી બેંકમાં કોલ કરી કાર્ડ બંધ કરાવ્યુ હતું. આ કાર્ડ કોઈ અજાણ્યા શખ્સે ચોરી લઈ તેનો ઉપયોગ કરી રૂપિયા ઉપાડી લેતા તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.