નાની ચિરઈમા પોલીસે કારમાથી દારૂનો જથ્થો ઝડપ્યો
ભચાઉ પોલીસે કાર્યવાહી કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો હતો. મળતી માહિતી અનુસાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નાની ચિરાઈ પાસે પહોચતા તેમને બાતમી મળી હતી કે, મિતેશ માદેવા ચાવડા પોતાના રહેણાક મકાનની આગળ પાર્ક કરેલ નંબર પ્લેટ વગરની સફેદ કલરની અલ્ટો કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેપલો કરે છે. આ બાતમીના આધારે રહેણાક મકાન પાસે આવતા આરોપી હજાર મળી આવ્યો ન હતો. પોલીસે મકાન બહાર પાર્ક કરેલ કારની તલાસી લેતા પાછળના ભાગે પુંઠાના બોક્ષમાથી વિદેશી દારૂની 8 બોટલ કી.રૂ.2800 મળી આવી હતી.
પોલીસે ગાડી અને દારૂનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ કરતાં આગળના ખાનામાથી મિતેશ માદેવા લખેલ આધારકાર્ડ મળી આવ્યો હતો.પોલીસે આધાર કાર્ડ ઉપરાંત 2,02,800નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.