નખત્રાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામા છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ, પશ્ચિમ કચ્છ ભજ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કવોડ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ ભુજ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.દરમ્યાન પેરોલ ફ્લો સ્કવોડના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે નખત્રાણા પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે,
નખત્રાણા પો.સ્ટે પ્રોહી ગુના નં.૦૬૩૪/૨૦૨૦ પ્રોહી ક્લમ-૬૫ એ,ઇ, ૯૮(૨) મુજબના ગુના કામે નાસતો ફરતો આરોપી જયપુરી ધનસુખપુરી ગોસ્વામી ઉ.વ.૨૭ રહે,શનિ મંદિર
સામે,સાગર સીટી,ભુજ-કચ્છ વાળો હાલે દેવપર ગામના બસસ્ટેન્ડ પાસે રોડ ઉભેલ છે.તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી આધારે સ્ટાફના માણસોએ તુરંત વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા તેને ઉપરોક્ત ગુના કામે સી.આર.પી.સી કલમ ૪૧(૧),(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે નખત્રાણા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોડ પશ્ચિમ કચ્છ-ભુજના એએસ.આઇ હરિલાલ રામજી બારોટ,પો.હેડ કોન્સ. ધર્મેન્દ્ર રાવલ, તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા કનકસિંહ ગોહિલ તથા પો.કોન્સ બલવંતસિંહ જાડેજા તથા ડ્રા પો.હેડ કોન્સ સુરેશભાઇ ચૌધરી નાઓ જોડાયેલ હતા.