ભુજમાં એસ.ટી. બસના ચાલકે રાહદારી દંપતીને અડફેટે લેતા દંપતી ઇજાગ્રસ્ત

ભુજમાં ચાલીને જઈ રહેલા દંપતીને એસ.ટી.બસના ચાલકે પૂરઝડપે બેદરકારીથી અને ગફલતભરી રીતે ચલાવી સાઈડના ભાગે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અંગે ભૂજ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે દર્શિલભાઈ મનુભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ પોતાની પત્ની ભાવનાબેન સાથે દોઢેક વાગ્યાના અરસામાં ભુજ બસ સ્ટેશન પર બસમાથી ઉતરી કૈલાશનગર મધ્યે ચાલીને જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન GJ-18-Z-4762ના એસ.ટી ચાલકે અચાનક સાઇડમાથી તેમને અને તેમની પત્નીને ટક્કરે લેતા તેઓ નીચે પડી ગયા હતા. આ અકસ્માત સર્જાતા બસ સ્ટેશનમા રહેલ મુસાફરો દોડી આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલ બંને દંપતીને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાથી વધુ સારવાર માટે તેમના પત્ની ભાવનાબેનને કચ્છ ઓર્થોપેડિક હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યારે ફરિયાદીને કે.કે પટેલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ફરિયાદીને ડાબા પગમાં એડિથિ પંજા સુધીના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી અને શરીરના અન્ય ભાગે મૂઢ ઈજાઓ થઈ હતી. જ્યારે તેમના પત્નીને શરીરના પાંસળીના ભાગે તથા અન્ય ભાગે મૂઢ ઈજાઓ પહોચી છે. પોલીસે એસ.ટી.બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.