પાલીતાણા બનેલ ધટનાને લઈને ઠેર ઠેર જૈન સમાજ દ્વારા ભારે વીરોધ

શેત્રુંજય તીર્થ ભારતમાં જ નહિં પણ સમગ્ર વિશ્વના જૈનોનું આસ્થા નું કેન્દ્ર માનવામાં આવે છે

ત્યારે બાવળા માં પાલિતાણામાં બનેલ ઘટનાના પડઘા પડ્યા હતા. બાવળા માં સમસ્ત જૈન સમાજે પાલિતાણાની ઘટના અંગે નાયબ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને અસામાજિક તત્વો દ્વારા નુકશાન કરેલ, જેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરી હતી. બાવળા માં જૈન સમાજ  દ્વારા પાલિતાણામાં બનેલા બનાવ બાબતે  જૈન સમાજ દ્વારા પોતના ધંધા રોજગાર બંધ રાખી ને મામલતદાર કચેરીએ જૈન સમાજના અગ્રણીઓની ઉપસ્થિતીમાં નાયબ મામલતદાર ને લેખિતમાં આવેદન પત્ર પાઠયું હતું. તેઓએ જણાવ્યુ કે પાલિતાણા તીર્થમાં કેટલાક સમયથી અસમાજિક તત્વો દ્વારા ધાર્મિક સ્મારકોને તોડવા વગેરેની પ્રવૃતિ કરવામાં આવી રહેલી છે .જેનો બાવળા  જૈન સમાજ દ્વારા વિરોધ કરી ઘટનાને વખોડી નાખવામાં આવી હતી. તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.