શક પડતી મિલકત ૧૯ ટન કોલસા સાથે એક ઈસમને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.
જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબની સૂચનાથી જામનગર જીલ્લાના ચોરીના બનાવો અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા અંગે એસ.ઓ.જી., ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.એન.ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી જે.ડી.પરમાર સાહેબ ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં રહેલ હતા,
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના શોભરાજસિંહ જાડેજા તથા હર્ષદભાઈ ડોરીયા ને બાતમી મળેલ કે, ટૂક નંબર GJ-10-W-5592 માં એક ઈસમ શંકાસ્પદ રીતે ચોરી કે છળકપટથી મેળવેલ કોલસો પોતાની ટ્રકમાં ભરી બેડેશ્વર બાજુથી આવવાનો છે જેથી બુકબોન સર્કલ પાસે રોડ ઉપર વોચમાં રહી રેઈડ કરતા ઉપરોક્ત નંબરની ટ્રકમાંથી આશરે ૧૯ ટન કોલસો જેની કુલ કિમત રૂપિયા ૬૬,૫૦૦/- તથા ઉપરોક્ત નંબરની ટ્રક મળી કુલ કિ.રૂ. ૫,૬૬,૫૦૦/- નો મુદ્દામાલ કોઈ બીલ કે આધાર વગર મળી આવતા જે આ તમામ મુદ્દામાલ મજકુર ઈસમ એ કોઈ ચોરી કે છળકપટ થી મેળવેલ હોવાનુ જણાતા મજકુર ઈસમ પાસેથી કબ્જે કરેલ છે અને મજકુર ઈસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે. આરોપી: (૧) હુશેનભાઈ અબ્દુલભાઈ જેડા ઉવ.૩૨ ધંધો ડ્રાઈવીંગ રહે બેડી, ઈકબાલ ચોક, જામનગર આ કાર્યવાહી ઈન્ચાર પો.ઇન્સ.શ્રી બી.એન.ચૌધરી તથા પો.સ.ઈ. શ્રી જે.ડી.પરમાર સા. ની સુચના થી એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.