પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લા પોલીસ દ્વારા જીલ્લામાં ૩૧ – ડીસેમ્બર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જાહેર જનતાને કરવામાં આવેલ અપીલ

નવા વર્ષ 2023ને આવકારવા’ ઠેરઠેર પાર્ટીઓનું આયોજન કરાશે ત્યારે આ દરમ્યાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ સતત વોચમાં રહેશે. પૂર્વ કચ્છ પોલીસતંત્ર દ્વારા ચાંપતા બંદોબસ્તનું આયોજન’ ગોઠવવામાં આવ્યું છે. જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એલ.સી.બી., એસ.ઓઁ.જી. અને જિલ્લા, શહેર ટ્રાફિક શાખાને સૂચના આપવામાં આવી છે. જાહેર સ્થળો કે લોકોની અવરજવર વધારે રહેતી હોય તેવા સ્થળે અલગ-અલગ ટીમ બનાવી સતત પેટ્રોલિંગ કરવા, મુખ્ય શહેરોમાં અને તાલુકાઓમાં પ્રવેશવાના સ્થળે સઘન વાહન ચેકિંગ કરવામાં આવશે. તેમજ ખાનગી પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, હોટલ, ધાબાઓ ઉપર પોલીસ’ દ્વારા નજર રાખવામાં આવશે. શહેરી વિસ્તારમાં જુદી-જુદી જગ્યાએ પોલીસ દ્વારા પોઈન્ટ રાખીને વાહનોની તપાસ કરવામાં આવશે અને ગેરકાયદેસર , કેફી પીણું પીધેલી વ્યક્તિઓને શોધી કાઢવા બ્રેથએનેલાઈઝરથી અસરકારક રીતે તપાસ કરવામાં આવશે. ખાનગી પાર્ટી પ્લોટ , ફાર્મ હાઉસ ઉપર એલ.સી.બી.,’ એસ.ઓ.જી. અને સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા વિશેષ વોચ ગોઠવાશે. રોમિયોગીરી કરતા તત્ત્વોને કાયદાના પાઠ ભણાવવા’ તેમજ મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ દ્વારા ખાનગી વોચ રાખવામાં આવશે. જે સ્થળોએ વેલ્કમ 2023ની ઉજવણીની પાર્ટી થતી હશે ત્યાં પોલીસતંત્રની એલ.સી.બી., એસ.ઓ.જી. અને સ્થાનિક સર્વેલન્સની ટીમ સતત મોનિટરિંગ કરશે. જાહેર સ્થળોએ, પ્રતિબંધિત સ્થળોએ બાગબગીચા વિસ્તારમાં યુવાધન સુલેહશાંતિનો ભંગ ન કરે તે માટે સતત પી.સી.આર. અને પોલીસના ખાનગી વાહનોની ટીમ સતત વોચ રાખશે. તાત્કાલિક સંપર્ક માટે પોલીસ કંટ્રોલરૂમ ભુજ હેલ્પલાઈન નંબર 98898 84284, પોલીસ કંટ્રોલરૂમ ભુજ-02832 250960, એલ.સી.બી. શાખા -02832 258029 અને મહિલા હેલ્પલાઈન-181નો સંપર્ક સાધવા પોલીસ દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.પૂર્વ કચ્છમાં પણ ગેરકાયદેસરના કૃત્યો કરનારા’ અને લોકોને ખલેલ પહોંચાડતા તત્ત્વોના માનસ ઉપર ધાક બેસાડી કાર્યવાહી અર્થે પૂર્વ કચ્છ પોલીસતંત્ર દ્વારા પણ’ જુદા-જુદા સ્થળોએ સઘન વાહન તપાસ, વાહનચાલકોની બ્રેથ એનેલાઈઝરથી તપાસ સહિતની કામગીરીનો એકશન પ્લાન તૈયાર કરાયો છે. અસામાજિક ગતિવિધિ તથા મુશ્કેલીના સમયમાં પૂર્વ કચ્છ પોલીસ કન્ટ્રોલરૂમ 02836 280287 અથવા’ નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા’ તંત્ર દ્વારા અનુરોધ કરાયો હતો.આ ઉપરાંત અંજાર પોલીસ પણ શહેરના જુદા-જુદા મુખ્ય માર્ગો ઉપર તેમજ હાઈવે ઉપર’ વિવિધ ટીમો બનાવી તપાસ આરંભશે.’ આપાતકાલીન સંજોગોમાં પી.આઈ. એસ. ડી. સિસોદિયા મો. 98981 38704નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ