ગાંધીધામમાં બંધ મકાનમાથી 70 હજારની ચોરી
copy image
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં દિલીપભાઇ ફ્રાન્સીસ લોબોના જણાવ્યા અનુસાર, તેઓ રેલ્વેમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે અને અપના નગર મકાન નં. 154-બી ગાંધીધામ મધ્યે રહે છે. ફરિયાદી તા.31-12ના સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં પરિવાર સાથે ધોરડો ફરવા ગયા હતા. ત્યારબાદ 1-1ના રાત્રિના આશરે સાડા આઠેક વાગ્યા ઘરે પરત ફરતા ઘરના મેઇન દરવાજા અને અંદરના રૂમનું તાળું તૂટેલી હાલાતમાં જોવા મળ્યું હતું. ઘરમાં તપાસ કરતાં ઘરની અંદર રહેલ લાકડાના કબાટનું તાળું તુળેલું હતું જેથી કબાટની અંદર તપાસ કરતાં સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રકમ મળી કુલ 70,000ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ચોરી તા.31-12 ના સાડા દસેક વાગ્યાથી 1-1ના રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં થઈ છે. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.