અંજારમાં સવાસર તળાવ પાસેથી બાઈક ચોરાઇ

અંજાર પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતાં કૃપેશ વ્રજલાલ સોનેજીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તા.24-12ના બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાની માલીકીની GJ-12-EM-3195 બાઈક સવાસર નાકાના તળાવના પાછળના ગેટ મધ્યે પાર્ક કરી મિત્ર સાથે ફરવા ગયા હતા. ત્યારબાદ તળાવ બાજુ ફરીને પોણા ચારેક વાગ્યાના અરસામાં પરત ફરતા પાર્ક કરેલ જગ્યા પર બાઈક જોવા મળ્યું ન હતું. પોલીસે  અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.