જામનગર તાલુકાના આમરાગામ ના પાટીયા પાસેથી એક ઇસમને પિસ્ટલ તથા કાર્ટી સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ

શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટના શ્રી અશોકકુમાર સાહેબ  નાઓએ પ્રોહી જુગાર તથા હથિયારધારા હેઠળના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલું સાહેબ નાઓએ દારૂ જુગાર હથિયારધારા હેઠળના કેસો શોધી કાઢવા એલ.સી.બી. ના પો.ઇન્સ. ને સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ શ્રી જે,વી,ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ, શ્રી એસ.પી.ગોહિલ તથા સ્ટાફના માણસોએ પ્રોહી જુગાર તથા હથિયારધારા ફેઠળના કેશો શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી અસામાજીક ઇસમોની પ્રવૃતિ બાબતે સચોટ માહિતી એકઠી કરવામાં આવેલ.

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા શીવભદ્રસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે આરોપી સુલતાનભાઇ ઉર્ફે ગાંડી જુસબભાઇ સુભણીયા રહે. સલાયા, રેલ્વે સ્ટેશન પાસે, તા.ખંભાળીયા જી.દેવભુમિ દ્વારકા વાળાને જામનગર ખંભાળીયા હાઇવે રોડ ઉપર આમરાગામ ના પાટીયા પાસેથી લાયસન્સ પરવાના વગરની એક પિસ્ટલ કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા જીવતા કાર્ટીસ નંગ-૨ કિ.રૂ. ૨૦૦/- મળી કુલ રૂ. ૨૫,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર વિરૂધ્ધ પો.કોન્સ. અજયસિંહ ઝાલાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. હરદીપભાઇ ધાધલએ હથિયાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ શ્રી જે.વી.ચૌધરીની સુચના થી પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, અશોકભાઇ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, અજયસિંહ ઝાલા, ફ્રીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.