ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કેબલ ચોરીના બે વણશોધાયેલ ગુના શોધી ગણ ઈસમોને ગુના કામેના મુદામાલ વીજ લાઇનના એલ્યુમીનીયમના કેબલ) સાથે પકડી પાડતી લોકલ ફ્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ
copy image
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકવવા તેમજ થયેલ ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને,
આજરોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા તથા પો.સબ ઇન્સ.શ્રી ટી.બી.રબારી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. જયદીપસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ રાણા, મયુરધ્વજસિંહ જાડેજા તથા સુરજભાઇ વેગડા વિગેરે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એ.એસ.આઈ. જયદીપસિંહ ઝાલા તથા મયુરસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અમુક ઇસમો એક મહીન્દ્રા કંપનીની બોલેરો પીક-અપ વાહન નં. GJ 12 AZ 8419 વાળીમાં શંકાસ્પદ એલ્યુમીનીયમના વાયરોનો જથ્થો ભરીને સુરલભીટ મંદીરાની પાછળના ભાગે આવેલ કાચા રસ્તેથી પસાર થવાના છે તેવી સચોટ બાતમી આધારે સુરલભીટ મંદીરના પાછળના ભાગે આવેલ કાચા રસ્તે આવી વોચ રાખતા હકીકત મુજબની ગાડી આવતા ગાડી ઊભી રખાવી ગાડીના પાછળના ભાગે ચેક કરતાં વીજપોલના એલ્યુમીનીયમના વાયરોના ગુંચળા ભરેલા જોવામાં આવેલ. સદરહુ બોલેરો પીક-અપમાં બેઠેલ ત્રણેય વ્યકિતઓના નામ-ઠામ પ ુછતા પોતે પોતાનુ નામ (૧) હનીફ કાસમ કુંભાર ઉ.વ. ૩૦ રહે. ભુતેશ્વર વિસ્તાર, ભીંડનાકા બહાર, ભુજ (ર) અબ્બાસ અલીમામદ કકલ ઉ.વ. ૨૯ રહે. કુંભાર ફળીયુ, ભુતેશ્વર વિસ્તાર, ભુજ (૩) ઇકબાલ સુમાર હાલેપૌત્રા ઉ.વ.૩૬ રહે. તૈયબા મસ્જીદ પાસે, રેહા રોડ, ભારાપર તા.ભુજ વાળાઓ મળી આવતા મજકુર ઇસમો પાસે આ વાયરોના ગુંચળા બાબતે આધાર પુરાવા ની માંગણી કરતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવેલ અને આ વાયરો કયાથી અને કેવી રીતે મેળવેલ તે બાબતે પૂછપરછ કરતાં જણાવેલ કે ગઢશીશા વિસ્તારમાંથી ત્રણેય જણા ભેગા મળીને આ કેબલ વાયરોની ચોરી કરેલાની કબુલાત કરેલ.
કબ્જે કરેલ મુદામાલ
- બોલેરો ગાડી રજી.નં. GJ-12-AZ-8419 કિમત રૂપીયા ૪,૦૦,૦૦૦/-
- એલ્યુમીનીયમના વાયરોના ગુચડા વજન આસરે ૫૫૦ કિલો ગ્રામ કિમત રૂપીયા ૩૩,૦૦૦/-
- મોબાઇલ ફોન નંગ – ૦૧, કિંમત રૂા.૫,૦૦/- પકડાયેલ ઇસમો
(૧) હનીફ કાસમ કુંભાર ઉ.વ. ૩૦ રહે. ભુતેશ્વર વિસ્તાર, ભીડનાકા બહાર, ભુજ
(ર) અબ્બાસ અલીમામદ કકલ ઉ.વ. ૨૯ રહે. કુંભાર ફળીયુ, ભુતેશ્વર વિસ્તાર, ભુજ (૩) ઇકબાલ સુમાર હાલેપૌત્રા ઉ.વ.૩૬ રહે. તૈયબા મસ્જીદ પાસે, રેહા રોડ, ભારાપર તા.ભુજપકડવાના બાકી ઇસમો
સુલતાન કુંભાર રહે. કુંભાર ફળીયુ, ભીડનાકા પાસે, ભુજ
- શોધી કાઢલ ગુનાઓ
(૧) ગઢશીશા પો.સ્ટે. મધ્યે ગુન્હા રજીસ્ટર નંબર- ૩૫૪૪૨૦૨૨ આઇ.પી.સી.કલમ- ૩૭૯,૧૧૪ મુજબ
(૨) ગઢશીશા પો.સ્ટે. મધ્યે ગુન્હા રજીસ્ટર નંબર-૧૮૨૪૨૦૨૨ આઇ.પી.સી.કલમ- ૩૭૯,૧૧૪, ૪૨૭ મુજબના