કિડાણાથી ઝોન જતાં રસ્તા પર ટ્રક ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા વૃદ્ધા ઇજાગ્રસ્ત

કિડાણાથી ઝોન જતાં રસ્તા પર ટ્રક ચાલકે પોતાના કબજામાં રહેલું વાહન પૂરઝડપે બેદરકારીથી અને ગફલતભરી રીતે ચલાવી વૃદ્ધાને અડફેટે લેતા ઇજાઓ પહોચી હતી. આ ઘટના અંગે  બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મુકેશભાઇ તેજાભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.23-12ના તેમના માતા રૂડીબેન સવારે રાબેતા મુજબ ચાલીને વાડીએ ચારો લેવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન કિડાણાથી ઝોન જતાં બાયપાસ રસ્તા પર પહોચતા GJ-12-જ-2153ના ટ્રક ચાલકે પોતાના કબ્જામાં રહેલું વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી ફરિયાદીની માતાને અડફેટે લીધા હતા. ફરિયાદીના માતાને ઇજાઓ પહોચતા સારવાર અર્થે રાજકોટ વોકાર્ટ હોસ્પિટલ રીફર કરાયા હતા. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.