મોરબી જિલ્લામાં દેશી દારૂ સામે પોલીસની લાલ આંખ: ૪ બુટલેગર ઝડપાયા: બેની શોધખોળ

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂનાધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૪ ઈસમો ઝડપાયા છે જ્યારે ૨ ઈસમઘટના સ્થળે હાજર નહીં મળતા આવતા તેને કાયદાના સકંજામાં લેવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.

મોરબીમાં આરોપી જીતેશ દિનેશભાઇ પંસારા વેજીટેબલ રોડ ઉપર જી.ઇ.બી.ઓફિસ સામે રોડ ઉપર દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહીભરેલ ૨૫૦ એમ એલ ની કોથળીઓ નંગ-૧૨ દારૂ લીટર-૦૩ રૂપિયા ૬૦ પોતાના કબ્જામાં રાખી મળી આવ્યો હતો. મોરબીમાં આરોપીરસીદા ઉર્ફે સોનલ ઇમરાન નોતીયાર વીસીપરા ઇમામ ચોક પાસે પ્લાની કોથળી આશરે ૨૫૦ મીલી ની નંગ- ૪૦ દારૂ લીટર-૦૭ રૂપિયા. ૧૪૦ રાખી રેઇડ દરમ્યાન મળી આવી હતી.

મોરબીમાં આરોપી કુકી બાઘાભાઈ જખાણીયા કોયલી કાસા ગામે દેવીપૂજક વાસમા પોતાના મકાન પાસે જાહેર શેરીમા કેફી પ્રવાહીદેશીદારૂ લીટર-૦૫ રૂપિયા ૧૦૦ વેચાણ અર્થે રાખી મળી આવી હતી. ટંકારામાં આરોપી ગોવિંદ સારૂભાઈ વાઘેલા હિરાપર ગામનાપાટીયા પાસે પોતાના કબજા મા એક પ્લાસ્ટીકના બાચકા મા દેશી દારુ આશરે લીટર ૦૭ રૂપિયા ૧૪૦/- વેચાણ કરવાના ઇરાદે રાખીમળી આવ્યો હતો.

જયારે મોરબીમાં પોલીસે લાયન્સનગર ભકિતનગર સર્કલ પાસે આવેલ ઓરડીમાં દરોડા પાડ્યા હતા. જ્યાં પ્લાસ્ટિકની નાની કોથળીઓનંગ-૧૨૦ મળી કુલ કેફી પ્રવાહી પીણુ લીટર-૨૪ કિંમત રૂપીયા-૪૮૦ મળી આવ્યું હતું. જયારે રેઇડ દરમિયાન આરોપી આરોપીદિનેશભાઇ મંગાભાઇ ભરવાડ હાજર મળી આવ્યો ન હતો. અન્ય બનાવમાં હળવદમાં પોલીસે સુંદરગઢ ગામે આવેલ રાયધન છગનભાઈકોળીની વાડી પાસે બ્રાહ્મણી નદીના પટમાં દરોડા પાડ્યા હતા. 

જેમાં દેશી પીવાનો દારૂ બનાવવાનો ઠંડો આથો ૧૫૦૦ લીટર જે એક લીટરની રૂપિયા ૨ લેખે કુલ રૂપિયા ૩૦૦૦નો મુદામાલ મળી આવ્યોહતો. જ્યારે આરોપી લાલો રઘુભાઈ ચરમારી રેડ દરમ્યાન હાજર નહી મળી આવતા તેને ઝડપવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાહતા.