મહેસાણામાં 30 મિનિટમાં બેંક એકાઉન્ટમાંથી રૂ.37 લાખ ગાયબ, હેકર્સે યુઝરનેમ-પાસવર્ડ સાથે પણ કર્યો મોટો ખેલ

યુવક તેની બેંકની વિગતો અને ઓટીપી ક્યારે શેર કરતો નથી, તેમ છતાં છેતરપિંડીનો ભોગ બન્યો
બેંક કર્મીઓએ બેંક એકાઉન્ટને ફ્રી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે યુઝરનેમ-પાસવર્ડ પણ ઈનવેલિડ જોવા મળ્યું

હેકર્સો માત્ર 30 મિનિટમાં એક યુવકના 37 લાખ રૂપિયા ચાઉ કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ સાઈબર ફ્રોડની ઘટનામાં ચોંકવાનારી વાત એ છે કે, હેકર્સનો શિકાર થયેલો વ્યક્તિ તેના બેંકની માહિતી અને ઓટીપી ક્યારેય કોઈને શેર કરતો ન હતો. 31 ડિસેમ્બર 2023ના રોજ બનેલી આ ઘટનામાં મહેસાણાના રહેવાસી 42 વર્ષિય દુષ્યંત પટેલે ફરિયાદ નોંધાવી છે.

પહેલા 10 લાખ વિડ્રોલ થયાના બે મેસેજ આવ્યા

દુષ્યંત પટેલ તેમની ઓફિસે હતા ત્યારે તેમને 10 લાખ રૂપિયાનો વિડ્રોલનો મેસેજ આવ્યો હતો. આ મેસેજ બપોરે 3.19 મિનિટે આવ્યો હતો. ત્યારબાદ તેમના ફોન પર 10 લાખ રૂપિયાના વિડ્રોલનો વધુ એક મેસેજ આવ્યો હતો. આ મેસેજ બપોરે 3.20 મિનિટે આવ્યો હતો. આ પ્રકારે ઉપરા-ઉપરી મેસેજ આવ્યા બાદ દુષ્યંત પટેલ તુરંત બેંકમાં પહોંચી ગયા હતા અને તેમનું એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન ફ્રીઝ કરાવ્યું હતું.

બેંકમાં ગયા તો ત્યાં 17 લાખ વિડ્રોલ થયાનો ત્રીજો મેસેજ આવ્યો

જ્યારે દુષ્યંત પટેલ બેંકના એક્ઝિક્યૂટિવથી વાત કરી રહ્યા હતા ત્યારે 3.49 મિનિટે તેમના ફોન પર વધુ એક મેસેજ આવ્યો હતો. જેમાં વધુ 17 લાખ રૂપિયા વિડ્રોલ થયાનો મેસેજ હતો. બેંક કર્મચારીઓએ દુષ્યંતને જણાવ્યું કે, હેકર્સે તેમની સાથે ફ્રોડ કર્યું છે. જ્યારે કર્મચારીએ દુષ્યંત પટેલના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પટેલનું યુઝરનેમ અને પાસવર્ડ ઈનવેલિડ જોવા મળ્યો હતો. બેંક કોઈક પ્રકારે પટેલના એકાઉન્ટને ફ્રીજ કરી આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.

આવી છેતરપિંડીની ઘટના ભાગ્યે જ બનતી ઘટના

આ ઘટના અંગે મહેસાણા પોલીસે જણાવ્યું કે, પીડિય યુવકનો ફોન હેક કરાયો હતો અને તેમના બેંકની વિગતો સાથે છેડછાડ થઈ છે. આ પ્રકારની ઘટના ભાગ્યે જ બનતી ઘટના છે. સામાન્યરીતે આવી ઘટનાઓ જોવા મળતી નથી.