જામનગર તાલુકાના લાખાબાવળગામે થી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૯૭૧ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩,૮૮,૯૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર – એલ.સી.બી.પોલીસ
શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટના શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગની ડ્રાઇવનુ આયોજન કરેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓએ જામનગર જીલ્લા માંથી દારૂ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા દારૂ જુગારના કેસો શોધી કાઢવા એલ.સી.બી. ના પો.ઇન્સ. ને સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ.શ્રી જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અજયસિંહ ઝાલા તથા ભગીરથસિંહ સરવૈયાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર તાલુકાના લાખાબાવળગામ ના પાટીયા પાસે, શીવાલીકા સોસાયટીમા ભાડાના મકાનમા રહેતો બીપીનભાઇ ઉર્ફે લાકડી કારાભાઇ મુછડીયાના મકાન માંથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૯૭૧ કિ.રૂ. ૩,૮૮,૪૦૦/- તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩,૮૮,૯૦૦/- નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર વિરૂધ્ધ પો. હેડ કોન્સ, યશપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. સંજયસિંહ વાળાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્લાય કરનાર આરોપી પ્રફુલભાઇ ઉર્ફે પાગો ભાનુશાળી રહે. દિ.પ્લોટ-૫૪, જામનગર વાળાઓ ને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.