જામનગર શહેર માંથી એકટીવા મો.સા. ની ચોરી કરનાર ઇસમને મો.સા. કિ.રૂ. ૩૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર – એલ.સી.બી.પોલીસ
જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓએ જામનગર જીલ્લા માં બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અસરકારક કાર્યવાહી કરવા એલ.સી.બી. ના પો.ઇન્સ. ને સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ.શ્રી જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા તથા હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં ખોડીયાર કોલોની, જુની શાક માર્કેટ પાસેથી આરોપી સુનિલભાઇ દિપકભાઇ ધનધાણીયા રહે. ખોડીયાર કોલોની, સોઢા સ્કુલની પાછળ, વેલનાથનગર-૧, જામનગર વાળાને ચોરાઉ એકટીવા મો.સા. કિ.રૂ. ૩૦,૦૦૦/- ના મુદામાલ સાથે પો.હેડ કોન્સ. ભગીરથસિંહ સરવૈયાએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી જામનગર સીટી સી ડીવી પોલીસ સ્ટેશન ગુરન ૩૦/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીને સીટી સી ડીવી પો.સ્ટે.માં સોંપી આપેલ છે.