ડમ્પર ચાલકે રિક્ષાને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો: રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત
અદાણી પાવર પ્લાન્ટથી પોર્ટવાળા રસ્તે રંગોલી ગેટ તરફ આવી રહેલા રિક્ષા ચાલકને નવીનાર રેલ્વે પાસે પહોચતા ડમ્પર ચાલકે પોતાના કબજાનું ડમ્પર પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી રિક્ષાને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર મંગરા વાડી વિસ્તારમાં રહેતા હરદાસ પતરામલ બાટી રિક્ષા દ્વારા અદાણી પાવર પ્લાન્ટ થી વેસ્ટ પોર્ટવાળા રસ્તે રંગોલી ગેટ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રેલ્વે જકશન નજીક પહોચતા GJ-12-BZ-3557 ડમ્પર ચાલકે પોતાના કબજામાં રહેલું વાહન પૂરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી રજી.નંબર વિનાની નવી રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત તા.4-1ના આશરે સવા આઠ વાગ્યાની આસપાસ થયો હતો. રિક્ષા ચાલકને ઇજાઓ પહોચતા તેને સારવાર અર્થે અદાણી હોસ્પિટલ મુન્દ્રા મધ્યે ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે કે.કે.પટેલ હોસ્પિટલ અને ત્યાથી અમદાવાદ રીફર કરાયા છે. મુન્દ્રા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.