બારોઈમાં મેલડી માતાજીનાં મંદિરનો મામલો બીચક્યો: મારામારી કરતાં  6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ

મુન્દ્રા તાલુકાનાં બારોઈમાં મેલડી માતાજીનાં મંદિરનો મુદ્દો લાંબા સમયથી ચાલી રહ્યો છે. ત્યારે સમાધાન માટે ભેગા થયેલા લોકો વચ્ચે બબાલ થતાં મામલો બીચક્યો હતો.

આ અંગે મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં રમેશભાઈ વેળાભાઈ સથવારાએ જણાવ્યુ હતું કે, મોમાઈ માતાજીનાં મંદિરે મેલડી માતાજી બેસાડવા બાબતે સમાધાન માટે બંને પક્ષો ગામના બસ સ્ટેશન પાસે એકત્ર થયા હતા. મોમાઈ માતાજીનું મંદિર વર્ષો જૂનું છુ તેમાં મેલડીમાં બેસાડાય નહિ તેવી વાત ફરિયાદીએ કરતાં આરોપી નવીન તથા તેની સાથે આવેલ માણસો ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખાવાની ધમકી આપી હતી. કિશોર રામજી સથવારાએ ફરિયાદીને સાયકલના પંપથી માથાના ભાગે તથા ફરિયાદીના દીકરા હિરેનને પણ માથાના ભાગે માર માર્યો હતો. તેમજ અનિલ નવીન સથવારાએ લાકડાના ધોકા વડે, નવીન બાબુ સથવારા , સચિન નવીન સથવારા તથા હરેશ નવીન સથવારા  તેમજ સુનિલ કિશોર સથવારાએ લાકડાના ધોકા તેમજ ધકબુશટનો માર માર્યો હતો.ફરિયાદીને ઇજાઓ પહોચતા સારવાર અર્થે મુન્દ્રા સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા.પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.