આદિપુરમાં જુગાર રમતા 5 જુગારીઓ ઝડપાયા
આદિપુર પોલીસ પેટ્રોલિગ કરી રહી હતી તે દરમિયાન મદનસિંહ સર્કલ પાસે પહોચતા ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ક્રિષ્ના હોસ્પિટલની પાસે જાહેરમાં અમુક શખ્સો ધાણી પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા 5 શખ્સોને ઝડપી પાડી 51200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે 5 શખ્સો વિરુદ્ધ જુગારધારા અનુસાર ગુનોં નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓ:
- કરશનભાઈ રામજીભાઈ ઝીલડીયા ઉ.વ.24 રહે, રવેચીનગર અંતરજાળ
- નિલેશ ભીખુભાઈ સોઢા ઉ.વ. 31 રહે, મ.નં.270 મણીનગર આદિપુર
- બંટી મનોજભાઈ તોલાણી ઉ.વ. 32 રહે, મ.નં.157 ટીડીએક્સ બારવાડી આદિપુર
- મહેશભાઈ રાજાભાઈ આહીર ઉ.વ.30 રહે, બીટા વલાડીયા
- દિનેશભાઈ કાનજીભાઈ બારોટ ઉ.વ.30 રહે, આશાપુરા હોટલની પાછળ રાજનગર અંતરજાળ