આદિપુરમાં રોડક્રોસ કરી રહેલા મહિલાને બાઈક ચાલકે અડફેટમાં લેતા મહિલા ઇજાગ્રસ્ત

image-13

આદિપુરમાં રોડક્રોસ કરી રહેલ મહિલાને બાઈક ચાલકે ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો.આ અંગે મળતી માહિતી અનુસાર તા.1-1ના આશરે સવા નવેક વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો હતો. બોરીચીમાં રહેતા રૂકમણીબેન આસનદાસ કિમતરાય ટેકચંદાણી આદિપુર મધ્યે યોજાયેલ કાર્યક્રમ માથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન રોડ ક્રોસ કરવા જતાં GJ-12-BE-3131ના બાઈક ચાલકે પોતાના કબજામાં રહેલું વાહન પૂરઝડપે ચલાવી રૂકમણીબેનને ઠોકરે લીધા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સ્ટરલીંગ હોસ્પિટલ ગાંધીધામ મધ્યે ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે એચ.સી.જી. હોસ્પિટલ અમદાવાદ મધ્યે ખસેડાયા હતા. આદિપુર પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનોં નોંધી તપાસ હાથ ધરી છે.