ગોકુળગામ-ભચાઉ રોડ પાસે જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાયા: 66,05,000નો મુદ્દામાલ કબ્જે
ગાંધીધામ એલ.સી.બી. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભચાઉ રોડ ઉપર નાની ચિરઈ પાસે આવતા તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આદિપુરમાં રહેતો અને મૂળ નાની ચિરાઈનો હરિભાઇ ગોવિંદભાઇ ચાવડા ગોકુળગામ-ભચાઉ રોડ ઉપર આવેલ ભારત પેટ્રોલપંપની બાજુમાં રોડ ઉપર તેની ઓફિસના ઉપરના માળે બહારથી જુગારીઓ બોલાવી ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રમાડી રહ્યો છે. આ બાતમી હકીકતની જાણ ભચાઉ પોલીસને કરતાં ભચાઉ પોલીસે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 10 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે આ શખ્સો પાસેથી 11,35,000 રોકડા, 12 મોબાઈલ ફોન કિ.3,70,000 તથા 5 વાહનો જેની કિ.રૂ.51,00,000 મળી કુલ કિ.રૂ.66,05,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે 10 શખ્સો વિરુદ્ધ ગુનોં નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ:
- હરીભાઈ ગોવિંદભાઈ ચાવડા ઉ.વ. 42 રહે, પ્લોટ નં.234, વોર્ડ નં.3/એ, આદિપુર
- કમાભાઈ રાણાભાઈ રબારી ઉ.વ.35 રહે, મ.નં.એ/804, રબારીવાસ, સહારાગામ, ભીમાસર
- નવાબખાન મીઠાખાન સામા ઉ.વ.31 રહે, સમાઓની ધાણી, જાલીખેડા, પોસ્ટ-ખુડલા
- શંભુભાઈ નારણભાઈ ગોગરા ઉ.વ.40, રહે,મ.નં.293, રાધે ક્રિષ્ના મંદિરની બાજુમાં, સહારાગામ, ભીમાસર
- હનીફ હારૂન સોઢા, ઉ.વ.37 રહે, ઈદગાહ સોસાયટી, મીઠીરોહર
- ગોપાલભાઈ નાગદાનભાઈ મરંડઉ.વ.37 રહે, નાગેશ્વર સોસાયટી, ગળપાદર
- તુસારભાઈ ધર્મેન્દ્રભાઈ ઝરૂ ઉ.વ.36 રહે, હરિઓમ નાગર, પડાણા
- રફીક ઈબ્રાહિમ સોઢા ઉ.વ.24 રહે, મળદપીરની દરગાહની બાજુમાં, મીઠીરોહર
- વિજયભાઇ ગોવાભાઈ પોપાણીયા ઉ.વ.27 રહે, પ્લોટ નં.402, વોર્ડ નં.3/એ, આદિપુર
- રામજીભાઈ પોચાભાઈ ડવ ઉ.વ.41 રહે, મ.નં.264/એ,વોર્ડ નં.5/એ, આદિપુર