ગાંધીધામના મકાનમાથી ચોરે ગિટારની ચોરી કરી

ગાંધીધામમાં ચોરીના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ચોરે 35,000ના ગિટારની ચોરી કરી હોય તેવી ઘટના ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે ફરિયાદ નોંધાવતાં ગોવિંદભાઈ શિવપાલ શર્માએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમણે જાણ થઈ હતી કે પોર્ટના શિપિંગ પાયલોટ વિકાસ માલીના મકાનની પાછળના ભાગે આવેલ લાકડાની બારી તૂટેલ છે. જેથી ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. મકાન માલિક બારે હોતા તેને આ અંગે પૂછતા તેમણે જણાવ્યુ હતું કે, મકાનમાં અન્ય કોઈ કીમતી સામાન નથી એક ગિટાર પડેલ છે. જેથી તપાસ કરતાં આ ગિટાર મળી આવ્યો ન હતો. ચોરને અન્ય કોઈ કીમતી સામાન ન મળતા ચોર ડેઝીન્ડ બાય સ્પેન કંપનીનું 35000નું ગિટાર ચોરી કરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. આ ચોરી 4-1ના સવારના આશરે સાડા આઠેક વાગ્યાથી સાડા બારેક વાગ્યાના અરસામાં થયેલ છે.પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.