“પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તરમાંથી થયેલ લોખંડના નટ-બોલ્ટોની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી

આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ “

પોલીસ મહાનિરીક્ષકી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકવવા તેમજ થયેલ ચોરીના વણશોધાયેલ ગુનાઓ

શોધવા અને આવી પ્રવૃત્તિ આપનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને

આજરોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા તથા પો.સબ ઇન્સ.શ્રી ટી.બી.રબારી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ દેવજીભાઇ મહેશ્વરી, જયદીપસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા, વાલાભાઇ ગોયલ, પ્રદ્યુમનસિંહ ગોહીલ, સુરજભાઇ વેગડા તથા સુનીલભાઇ પરમાર વિગેરે પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વાલાભાઇ ગોયલ તથા પ્રદ્યુમનસિડ ગોફીલનાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, બે ઇસમો એક બ્લુ કલરના અતુલ છકડો રીક્ષામાં ચોરી કે છડકપટથી મેળવેલ મુદ્દામાલ ભરી વીરાણીયા ગામથી મુંદરા મધ્યે વેચવા માટે આવવાના છે. તેવી બાતમી આધારે પ્રાગપર ચાર રસ્તા પાસે વોચ રાખતા હકીકત મુજબની રીક્ષા આવતા ઊભી રખાવી રીક્ષાના પાછળના ભાગે ચેક કરતાં લોખંડની નાની-મોટી પ્લેટો પડેલ જોવામાં આવેલ જેથી મજકુર ઇસમો પાસે આ બાબતે આધાર પુરાવા ની માંગણી કરતા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ અને આ લોખડની પ્લેટો કયાથી અને કેવી રીતે મેળવેલ તે બાબતે પૂછપરછ કરતા જણાવેલ કે આજથી આશરે એકાદ મહીના પેહલા અમો બંને અરવિંદસિંહ સુલતાનજી જાડેજા તથા ટીનુભા જાડેજા છકડો લઇ સીના ગુંદાલા -પત્રી રોડ પર આવેલ કેડ ફર્નીચર પ્રા.લી. નામની કંપનીની કમ્પાઉન્ડમાંથી લોખડના નટ-બોલ્ટ ભરેલ કોથળાની ચોરી કરેલ હોવાનુ જણાવેલ, જેથી કાયદેસરની કાર્યવાહી કરી પ્રાગપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

  • કબ્જે કરેલ મુદામાલ
  • લોખડની નાની-મોટી પ્લેટોનુ વજન આશરે ૪૧૦ કીલોગ્રામ કિમત રૂપીયા ૨૦,૫૦૦/- > છકડો રીક્ષા અતુલ કંપનીનો શક્તિ મોડલનો જેના રજીસ્ટ્રેશન નંબર GJ-13-AT-4781 કી.જ્ઞ,૫૦,000/-

આરોપીઓ

  • અરવિંદસિંહ સુલતાનજી જાડેજા ઉ.વ. રર રહે. બસ સ્ટેશનની સામે, વીરાણીયા તા.મુંદરા કચ્છ

ટીનુભા ઉર્ફે રામદેવ હેમુભા જાડેજા ઉ.વ. ર૪ રહે. ઉગમણો વાસ, વીરાણીયા તા.મુંદરા -કચ્છ

શોધી કાઢેલ ગુનાઓ – પ્રાગપર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૦૩૩/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯, ૧૧૪ મુજબ