ભુજમાં વેપારી પાસેથી ક્રેડિટકાર્ડ વડે 1,56,000ના પાંચ મોબાઈલ ફોન ખરીદી, કાર્ડ બંધ કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ
ભુજમાં મોબાઈલ શોપમાં 5 ફોન ખરીદી ક્રેડિટકાર્ડ બંધ કરી વેપારી સાથે ઠગાઇ આચરી હોવાની ફરિયાદ ભુજ પોલીસ મથકે નોંધાઈ છે.આ અંગે ફરિયાદ નોંધાવતાં વિજયભાઈ પ્રેમગર ગૌસ્વામીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓની લાલટેકરી પાસે રણછોડરાય કોમ્પ્લેક્ષમાં પક્ષલ મોબાઇક શોપ આવેલ છે. તા.6-1ના બપોરના સાડા બારેક વાગ્યાના અરશામાં ફરિયાદીની દુકાને નાસિર લંઘા નામનો શખ્સ ક્રેડિટકાર્ડ વડે 2 મોબાઈલ ફોન કિ.રૂ.44,000ના ખરીદી કરી લઈ ગયેલ. ત્યારબાદ ફરી આરોપી ક્રેડિટકાર્ડ વડે 2 મોબાઈલ ફોન ખરીદી કરેલ. આ અંગે આરોપીએ ફરિયાદીને જણાવ્યુ હતું કે તેને પોતાના મિત્ર ફારૂક મંસુરી પાસેથી રૂપિયા લેવાના થતાં હોઈ આ કાર્ડ વડે ખરીદી કરેલ છે. ત્યારબાદ ફરી આરોપી સાંજે આવેલ અને 50000નો મોબાઈલ ફોને ખરીદી ગયો હતો. મોબાઈલની ખરીદી કર્યા બાદ આરોપી ફારુક મન્સુરીએ ક્રેડીટકાર્ડ કસ્ટમર કેરમાં ફોન કરી પોતાની સાથે ફ્રોડ થયાનું જણાવી ક્રેડીટકાર્ડ બંધ કરાવી ફરિયાદીના રૂપિયા અટકાવી છેતરપિંડી કરી હતી. આ અંગે ભુજ શહેર બી ડીવીઝન પોલીસે બંને આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.