વૌવા પાસેથી 1,46,400નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: 2 આરોપી ફરાર

લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસે વિદેશી દારૂનો 1,46,400નો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ફતેગઢ પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, GJ-06-PA-7897 સફેદ કલરની આર્ટિકા કાર વૌવા ગામના રણમાથી ચોર રસ્તે નર્મદા કેનાલવાળા રસ્તેથી ફતેગડ-રાપર તરફ આવી રહી છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો છે. આ બાતમીના આધારે પોલીસ કાર્યવાહી કરવા નર્મદા કેનાલ પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને હાથના ઇશારા વડે અટકાવવાનો પ્રયત્ન કરતાં થોડે આગળ કાર ઊભી રાખી દીધેલ હતી. પોલીસે કારની નજીક જતાં કારમાં રહેલ બંને શખ્સો અંધારમાં બાવાળોની ઝાડીઓનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે ગાડીની તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 1344 બોટલો કિ.રૂ.1,34,400 તથા બિયરના ટીન નંગ-120 કિ.રૂ.12,000, 5,00,000ની  એક કાર તથા 1 મોબાઈલ ફોન મળી કુલ.કિ.રૂ.6,56,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.