ભુજમાં જી.કે.જનરલ હોસ્પીટલમાં પાર્ક કરેલ બાઇક ચોરાઇ

આ અંગે ફરિયાદ નોંધાવતાં પ્રવીણભાઈ તેજાભાઈ પરગહુએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ જી.કે.જનરલ હોસ્પીટલમાં એક્ષરે વિભાગમાં કામ કરે છે. ફરિયાદીના ભાઈએ તા.6-1-33ના સાંજના છ વાગ્યાના અરસામાં ફરિયાદીની માલીકીની GJ-12-DF-7858 બાઇક હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલ હતી. ત્યારબાદ ફરિયાદી રાત્રિના અગ્યાર વાગે નોકરી પૂરી કે હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલ બાઈક લેવા જતાં બાઈક સ્થળ પર જોવા મળ્યું ન હતું. બાઈક વિશે આસપાસ તપાસ કરતાં બાઈક ક્યાય ન મળી આવતા ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.