ગાંધીધામમાં જ્વેલર્સની દુકાનમા તસ્કરી

crime

copy image

આ અંગે ફરિયાદ નોંધાવતાં પારસભાઈ પ્રફુલભાઈ સોનીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમની ચાવલા ચોક મધ્યે મહાકાળી નામની દુકાન આવેલ છે. ફરિયાદી તા.6-1-23ના રાત્રિના આશરે નવેક વાગ્યે દુકાન બંધ કરી ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે નવેક વાગ્યાના અરસામાં દુકાન ખોલતા દુકાનની ઉપરના સિમેંટના પતરા તૂટેલી હાલતમાં નજરે પડ્યા હતા. દુકાનની અંદર તપાસ કરતાં કાઉન્ટરમાં મુકેલ 5000 રોકડા રૂપિયા ચોરી થઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું જ્યારે અન્ય કોઈ સોના ચાંદીની વસ્તુઓની ચોરી થયેલ ન હતી. તેમજ ચોરે પતરાને તોળી અંદર પ્રવેશ કરતાં 5000નું પતરાનું નુકશાન થયું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.