જમવાનું ઠંડુ હોવાના કારણે 4 શખ્સોએ ઉશ્કેરાઈ જઈ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી 65,000નું નુકશાન કર્યું
copy image
રેસ્ટોરન્ટમાં જમવાનું ઠંડુ હોવાના કારણે પૈસા ન ચૂકવી ઉશ્કેરાઈ જઈ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી 65,000નું નુકશાન કર્યું હોવાની ફરિયાદ ખાવડા પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે ફરિયાદ નોંધાવતાં મુસ્તાક ઈસ્માઈલ પઠાણે ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ ડેઝર્ટ કિંગ રિસોર્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તા.7-1ના રાત્રે સવા દસ વાગ્યાના અરસામાં GJ-04-CA-5958 કારમાં ત્રણ અજાણ્યા માણસો જમવા માટે આવેલ અને જમીને બિલ ચૂકવવાનું કહેતા પૈસા ન ચૂકવી જમવાનું ઠંડુ હોવાનું જણાવ્યુ હતું. ફરિયાદીએ જમવાનું ઠંડુ હતું તો તમે કીધું હોય તો ગરમ કરી આપત અને તમને ફરીથી જમાડી દઉં એવું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ જેમ તેમ બોલવા લાગ્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ પૈસા નથી લેવા તેવું કહેતા આરોપીઓ ત્યાથી જતાં રહ્યા હતા. ત્યારબાદ આશરે સાડા અગિયાર વાગ્યે 4 અજાણ્યા શખ્સો ધોકા સાથે આવેલ અને ફરિયાદીની રેસ્ટોરન્ટના મેઈન ગેટના કાચ અને બારીના કાચ તોળી કહેવા લાગ્યા હતા કે ક્યાં ગયો તમારો મેનેજર બોલાવો એને જાનથી મારવો છે. ત્યારબાદ રિસોર્ટ સ્ટાફના માણસો આવી જતા તેઓ જતાં રહ્યા હતા અને જતાં જતાં કહેતા ગયા હતા કે આજે તો બચી ગયા છો પરંતુ બીજીવાર મૂકીશું નહિ જાનથી મારી નાખીશું. આ અંગે ખાવડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.