સરકારી મિનિ બસ અને કારનો અકસ્માત સર્જાતા: કાર ચાલકનું મોત

આ અંગે ફરિયાદ નોંધાવતાં યાસીન નુરમામદ તવાણીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં સરકારી બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેઓ GJ-18-ઝેડ-3954 પેસેંજરને લઈને નીકળેલ હતા આ દરમિયાન સાડા આઠેક વાગ્યાના અરસામાં સેડાતા સેનેટરી ગામથી ભુજ તરફ હાઇવે રોડ પર ઢાળ ઉતરતા ભુજ તરફથી આવી રહેલ GJ-12-જે-5711ના ફોર વ્હીલરના ચાલકે  યક્ષ મંદિરની ગોળાઈ પાસે કાર પર કાબૂ ગુમાવતાં કાર રોંગ સાઇડમાં ચલાવી બસના આગળના ભાગે ધડાકાભેર અથડાવી હતી. આ ઘટનામાં ફોર વ્હીલર ચાલકને ઈજાઓ પહોચતા તેને સારવાર અર્થે  હોસ્પિટલ ખસેડાયો હતો તેમજ બસમાં મુસાફરી કરતાં 1 2 પેસેંજરને સામાન્ય ઈજાઓ પહોચતા તેમણે પણ સારવાર માટે લઈ જવાયા હતા. આ અકસ્માતમાં ગાડી ચાલકનું મોત નીપજયું હતું. આ અંગે માનકુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.