સિંધોડિની સીમમાથી પવનચક્કીના વાયરની તસ્કરી

copy image

સિંધોડિ ગામની સીમમાં પવનચક્કીના અર્થિંગના કોપર વાયર ચોરી થયા હોવાની ઘટના જખાઉ મરીન પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે ફરિયાદ નોંધાવતા કાનજીભાઈ ગોપાલભાઈ ગઢવીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ સુઝલોન કંપનીમાં આવેલ પ્રાઈવેટ સિક્યોરિટી રીયાન્સી સિક્યોરીટી સર્વિસમાં સિક્યોરીટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. તા.5-1ના સવારના સવા આઠ વાગ્યાના સમયે તેમને રીયાન્સી કંપનીના સિક્યોરીટી ઓફિસર કિરીટસિંહ જાડેજાનો ફોન આવેલ અને તેમને ફરિયાદીને જણાવ્યુ હતું કે, સિંધોડિ સીમમાં આવેલ પવનચક્કીના નં.એમ-469માં કનેક્ટિવિટી બંધ જણાઈ આવી છે. જેથી સવારના નવેક વાગ્યે સ્થળ પર પહોચી તપાસ કરતાં પવનચક્કી નં.એમ-469 બહારના દરવાજા ઉપર તાળું લાગેલ હતું પણ દરવાજાની બહારના ભાગે લોખંડના બે પ્લેટની કાણાવાળી હવાબારી તૂટેલ જોવા મળી હતી. તૂટેલ ભાગમાં તપાસ કરતાં પવનચક્કીના વાયર ચેક કરતાં અર્થીંગનો 80 મીટરનો રૂ.5000નો કોપર વાયર કાપી અને હવાબારી કિમત રૂ.100 એમ મળી કુલ.કિ. 5100ની ચોરી કરી ગયું હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.