ગાંધીધામમાં ઘરના દરવાજા ખોલી ચોરે 2 મોબાઇલની ચોરીને અંજામ આપ્યો

copy image

ગાંધીધામમાં વધુ એક મોબાઈલ ચોરીની ઘટના નોંધાઈ છે. નિશાચોરોએ રાત્રિ દરમિયાન ઘરમાં ઘૂસી 2 મોબાઈલ ફોન ચોરી ગયા હોવાની ઘટના એ.ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ગાંધીધામમાં સુભાષ નગર પ્લોટ નં.8-એ મકાન નં.168માં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા નવીનભાઈ ભાણજીભાઈ લોંચાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ તા.8-1ના રાત્રિના સાડા આગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે પરિવાર સાથે સૂઈ ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે આશરે પાંચેક વાગ્યે જાગીને જોતાં ઘરનું આગળનું મેઇન દરવાજો ખુલ્લુ હતું અને પલંગ પર મુકેલ 2 મોબાઈલ ફોન જોવા મળ્યા ન હતા. ત્યારબાદ ફરિયાદીએ પરિવાર સાથે મોબાઇલની શોધખોળ કરતાં મોબાઈલ ક્યાય મળી આવ્યા ન હતા જેથી ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. 2 મોબાઈલ ફોન ની કિ મળી.રૂ. 20,000ની ચોરીને અંજામ અપાયું હતું. આ ઘટના તા.8-1ના રાત્રિના આશરે સાડા આગિયારેક વાગ્યાથી 9-1ના વહેલી સવારે બની હતી. પોલીસે અજાણ્યા મોબાઈલ ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.