અન ડિટેક્ટ લુટના ગુન્હામાં ગયેલ બે જોડી સોનાની બંગડી તથા એક જોડી ચાંદીની બંગડી મળી કુલ કિ.રૂ-૨,૮૮,૪૦૦/- ના મુદામાલ સાથે મહીલા આરોપીને પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ
જામનગર શહેરમાં બનતા ઘરફોડ ચોરી તથા લુટના અનડિટેક્ટ ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબની સુચના અને નયાબ પોલીસ અધિક્ષક શ્રી વરૂણ વસાવા સાહેબ તથા પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.બી.ગજજર સાહેબના માર્ગદશન મુજબ સીટી એ ડીવી. પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સબ.ઇન્સ. બી.એસ.વાળા સાહેબ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ તા.૧૦/૦૧/૨૦૨૩ ના રોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ, શિવરાજસિંહ નટુભા રાઠોડ તથા પો.કોન્સ રૂષિરાજસિહ લાલુભા જાડેજા તથા પો.કોન્સ રવીભાઇ ગોવીંદભાઇ શર્માને તેમના અંગત બાતમીદારોથી હકિકત મળેલ હોય કે જામનગર સીટી એ ડીવી પો.સ્ટે. લુટમાં સંડોવાયેલ મહીલાએ લુટ કરેલ સોનાની તથા ચાંદીની બંગડીઓ સાથે અહી આગળ ચાંદીબજાર સોનીબજાર બગદાવાળી શેરીમાં સોનાની દુકાન પાસે આટા ફેરા મારે છે. જે મહીલાએ શરીરે કેશરી કલરની સાળી પહેરેલ છે. તે બાબતે વોચમા હતા દરમ્યાન મહીલા આરોપી રેખાબેન વા/ઓફ અરવીંદભાઇ નાનજીભાઇ બેવાસી જાતે ગોદડીયા મળી આવેલ હોય મજકુર મહીલાની અંગઝડતી માંથી બે જોડી સોનાની બંગડીઓ જેનુ કુલ વજન ૬૪ ગ્રામ જેની કિ.રૂ.૨,૮૮,૦૦૦/- તથા એક જોડી ચાંદીની બંગડીઓ જેનુ કુલ વજન ૬.૫ ગ્રામ જેની કિ.રૂ.૪૦૦/- મળી કુલ કિ.રૂ-૨,૮૮,૪૦૦/- મળી આવતા જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે. ના મુદામાલ તરીકે કબ્જે કરી લુટનો વણ શોધાયેલ ગુનો ડીટેક્ટ કરેલ છે.