કુકમા ગામેથી ભારતીય બનાવટના ઇંગ્લીશદારૂ સાથે એક ઇસમને પકડી પાડતી પધ્ધર પોલીસ

બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંધ સાહેબનાઓની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ દારૂની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય.

જે અનુસંધાને પધ્ધર પોલીસ સ્ટેશના પો.સબ.ઇન્સ વી.બી.ઝાલા સાહેબની સુચનાથી પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ નિલેશભાઇ પી.ચૌધરી નાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, કુકમા ગામના મિતેષ સોહનલાલ ઢંઢોરીયા તથા ઉમર સુલેમાન અબડા નાઓ ગેરકાદેસર રીતે ઇંગ્લીશ દારૂનો વેચાણ કરે છે અને તેઓ હાલે કુકમા ગામથી લાખોંદ પાટીયા બાજુ દારૂ લઇ નિકળવાની તૈયારીમાં છે જેથી લાખોંદ પુલીયા તરીકે ઓળખાતી જગ્યાએ વોચમાં રહી બાતમી વાળા ઇસમો આવતા તેમને કોર્ડન કરી ઉમર સુલેમાન અબડાને પકડી પાડી તથા મિતેષ સોહનલાલ ઢંઢોરીયા નાસી ગયેલ જે પકડાયેલ આરોપી પાસેથી નિચે મુજબનો મુદ્દામાલ કબ્જે લઇ બંને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓ:-

ઉમર ઉર્ફે ઉમરઅધા સુલેમાન અબડા ઉ.વ.૨૩ રહે.નવાવાસ, કુકમા તા.ભુજ મિતેષ સોહનલાલ ઢંઢોરીયા રહે.કુકમા તા.ભુજ (વોન્ટેડ)

મુદ્દામાલની વિગત:- ભારતીય બનાવટના ઇંગ્લીશદારૂ ROYAL Classic Whisky Net Qty.180ml ના

ક્વોટરીયા નંગ-૩૪ કિ.રૂ.૩૪૦૦/-

• મો.સા નં.GJ-12-DR-6425 કિ.રૂ.૧૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૫,૫૦૦/-

  • કુલ્લે કિ.રૂ.૧૮,૯૦૦/-

કામગીરી કરનારઃ-

આ કામગીરીમાં પો.સબ.ઇન્સ વી.બી.ઝાલા સાહેબના માર્ગદર્શન એઠળ સબરબીટ ઇન્ચાર્જ પો.હેડ કોન્સ નિલેશભાઇ પી.વૈધરી તથા પો.કોન્સ વિક્રમસિંહ એમ.ગોહિલ તથા પો.કોન્સ બળદેવભાઇ જે.રબારી નાઓ જોડાયેલ હતા.